જમ્મુ: પાકિસ્તાને ૧૮મીએ જમ્મુ જિલ્લાના અખનૂરમાં નિયંત્રણ રેખા પાસે મોર્ટરમારો કર્યો હતો જેમાં ભારતીય સેનાના ચાર જવાનો ઘાયલ થઇ ગયા હતાં. ઘાયલ જવાનોની ઓળખ નાયક નિશિકાંત, નાયક સુરજીત, નાયક રાજેન્દ્ર અને નાયક રાહુલ તરીકે થઈ અને ચારેયને અખનૂરની હોસ્પિટલમાં જ દાખલ કરાયા હતાં. ભારતે પણ જવાબમાં પાકિસ્તાનની સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

