અજમેર બ્લાસ્ટ કેસમાં ચાર ગુજરાતી દોષમુક્તઃ એક દોષી

Thursday 09th March 2017 02:10 EST
 
 

અજમેરઃ ૨૦૦૭માં અજમેર દરગાહમાં બોમ્બ વિસ્ફોટના કેસમાં સ્વામી અસીમાનંદ સહિત ૭ આરોપીઓને શંકાનો લાભ આપીને દોષમુક્ત અને ત્રણને આઠમી માર્ચે કોર્ટે દોષિત જાહેર કર્યાં છે. દોષમુક્તમાં ચાર અને દોષિતમાં એક ગુજરાતી છે.

આ કેસમાં અજમેરની વિશેષ કોર્ટના જજ દિનેશ ગુપ્તાએ આરોપી દેવેન્દ્ર ગુપ્તા, ભાવેશ પટેલ અને સુનીલ જોષીને દોષી ઠેરવ્યા છે. જ્યારે સ્વામી અસીમાનંદ સહિત હર્ષક સોલંકી, (બેસ્ટ બેકરી કેસનો આરોપી), લોકેશ શર્મા, મેહુલ કુમાર, મુકેશ વસાણી (ગોધરાનો વતની), ભરતભાઈ (વલસાડ) અને ચંદ્રશેખરને શંકાનો લાભ આપી દોષમુક્ત જાહેર કર્યા છે. ૨૦૦૭ની ૧૧ ઓક્ટોબરે મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં રોજા ઇફતાર દરમિયાન થયેલા બોમ્બ ધડાકામાં ત્રણ યાત્રાળુના મોત થયા હતા અને ૧૫ને ઈજા પહોંચી હતી. કોર્ટ ૧૬ માર્ચે દોષીઓની સજા જાહેર કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter