અઢી દાયકામાં ભ્રષ્ટાચારની તપાસ કરતા ૨૭ ભારતીય પત્રકારોની હત્યા

Friday 02nd September 2016 05:28 EDT
 

નવી દિલ્હી: ન્યૂ યોર્કમાં કાર્યરત સંગઠન ‘પ્રોટેક્ટ જર્નાલિસ્ટ’ની સમિતિએ જણાવ્યું છે કે ૧૯૯૨થી આજ સુધીમાં ૨૭ જેટલા પત્રકારોની તેમની કામગીરીનાં સંદર્ભમાં હત્યા થઈ હતી. સમિતિના છેલ્લા અહેવાલ ‘ડેન્જર પરસ્યુટ’માં જણાવ્યા મુજબ ભારતમાં ખતરનાક વલણ પ્રવર્તી રહ્યું છે. ભ્રષ્ટાચાર કેસની તપાસ કરી રહેલા પત્રકારોને જીવ આપીને કિંમત ચૂકવવી પડે છે. અહેવાલમાં ઉત્તર પ્રદેશના જગેન્દ્રસિંહ, છત્તીસગઢના ઉમેશ રાજપૂત અને મધ્ય પ્રદેશના અક્ષયસિંહના કેસોની ચર્ચા કરવામાં આવી છે. ત્રણેય પત્રકાર ભ્રષ્ટાચારસંબંધી કેસની તપાસ કરી રહ્યા હતા. ત્રણેયના હત્યાકેસમાં કોઈ ગુનેગાર સાબિત નથી થયું. અહેવાલમાં આ કેસની ચર્ચા કરતાં ભારતનાં અખબારીજગતની સામેના પડકારો વિષે વાત થઈ છે. ફ્રિલાન્સ પત્રકાર જગેન્દ્રસિંહને જૂન ૨૦૧૫માં સળગાવી દેવામાં આવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter