નવી દિલ્હીઃ દેશમાં લોકપાલની નિમણૂક કરવામાં આવે તેવી માગણી સાથે ઉપવાસ પર બેસનારા સામાજિક કાર્યકર્તા અણ્ણા હઝારેએ છ દિવસ પછી તેમનું આંદોલન સમેટી લીધું છે. જ્યાં સુધી લોકપાલ નહીં આવે ત્યાં સુધી લડાઈ જારી રહેશે તેમ કહેનારા અણ્ણાએ છ દિવસમાં જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હાથે નારિયેળનું પાણી પીને ૨૯મી માર્ચે તેમના ઉપવાસ તોડી નાંખ્યા હતા. દિલ્હીના રામલીલા મેદાનમાં અત્યંત પાંખી હાજરીમાં છ દિવસ સુધી ઉપવાસ કરનારા અણ્ણાને લોકપાલ લવાશે કે કેમ તેની ખાતરી મળી કે નહીં તે સવાલ થઈ રહ્યો છે.