અનિલ અંબાણી અને ટીના મુનીમના દીકરા અનમોલ અંબાણીએ તાજેતરમાં જ કૃશા શાહ સાથે લગ્ન કરી લીધા. બંનેએ ૯ સી વિંડ, કફપરેડ સ્થિત તેમના ઘરે સાત ફેરા લીધા છે. આ શાહી લગ્નમાં દિગ્ગજ હસ્તીઓ પણ હાજર રહી રહી. આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યો પણ ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા. સામે આવેલ ફોટોઝમાં સુપ્રિલા સૂલે, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, રીમા જૈન, પિંકી રેડ્ડી અને ફેશન ડિઝાઈનર સંદીપ ખોસલા ખૂબ મસ્તી કરતા જોવા મળ્યા.
કૃશા લગ્નમાં લાલ રંગના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી જ્યારે ઓફ વ્હાઈટ કૂર્તા-પાયજામામાં અનમોલ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. લગ્નના વેન્યૂને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો અને જયમાલાની આ ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર થઈ હતી.
વહુઓએ ગુજરાતી સાડી પહેરી લગ્નમાં ચાર ચાંદ લગાવ્યા
લગ્નમાં નીતા અંબાણીએ અબુ જાની અને સંદીપ ખોસલાની ડિઝાઈન કરેલ સાડી પહેરી હતી. પોતાની સ્ટાઈલ માટે ઓળખાતી નીતા અંબાણી લગ્નમાં સિમ્પલ એન્ડ સોબર લૂકમાં જોવા મળી હતી. લગ્નમાં મોટા ભાગની અંબાણી પરિવારની વહૂઓએ ગુજરાતી સ્ટાઈલમાં સાડી પહેરી હતી. એક સમયની એકટ્રેસ ટીના અંબાણીએ દીકરાના લગ્નમાં લાઇટ કલરનો લહેંગા પર ઓઢણી રાખી હતી. ટીના અંબાણીએ પોતાના લૂકને રિચનેસ આપવા માટે હેવી જ્વેલરી પહેરી હતી.
અનમોલ અને કૃશાના લગ્નમાં બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઝ હાજર રહ્યા હતા, પરંતુ જે તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે તે બચ્ચન ફેમિલીની છે. શ્વેતા બચ્ચન નંદા અને નવ્યા નવેલી નંદાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને વેડિંગ લૂક બતાવ્યો છે.


