નવી દિલ્હીઃ કેન્દ્રિય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી)ના ૨૨ વરિષ્ઠ અધિકારીને ફરજિયાત સેવાનિવૃત્તિ કરી દીધા છે. સીબીઆઇસીએ સોમવારે કહ્યું કે, સુપરિન્ટેન્ડન્ટ રેન્કના આ અધિકારીઓ ભ્રષ્ટાચારના મામલામાં સંડોવાયેલા હતા. એટલે સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ ૧૯૭૨ હેઠળ જનહિતમાં આ કાર્યવાહીના અધિકારનો ઉપયોગ કરીને ભ્રષ્ટ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા છે.

