• મોદી મેજિક – બ્રાન્ડ મોદીઃ બ્રાન્ડ મોદીનો વિજય. નહીં જાતિવાદ કે નહીં ગઠબંધન, ફક્ત મોદી મેજિક કામ કરી ગયું
• ગઠબંધનનો સફાયોઃ ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વિરોધ પક્ષોનાં ગઠબંધનનો સફાયો થયો અને મોટા ભાગનાં મત ભાજપની તરફેણમાં પડ્યા.
• લોકકલ્યાણની યોજનાઓઃ આયુષ્યમાન ભારત, ઉજ્જવલા, કિસાન સન્માન નીધિ, સ્વચ્છ ભારત, શૌચાલયોની યોજનાઓએ લોકપ્રિયતા વધારી.
• રાજ્યો માટે અલગ સમીકરણોઃ ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનને હરાવવા જુદી નીતિ, પશ્ચિમ બંગાળમાં મમતાને હરાવવા અલગ વ્યૂહ, કર્ણાટક માટે અલગ સમીકરણો કામ કરી ગયા.
• જાતિવાદનું સુરસુરિયુંઃ નરેન્દ્ર મોદીએ વિરોધ પક્ષોનાં જાતિવાદનાં ફેક્ટરને ડિસ્કાઉન્ટ કર્યું.
• મજબૂત નેતા – સ્થિર સરકારઃ નોટબંધી, જીએસટી, આતંકવાદ સામે લડવાની પ્રતિબદ્ધતા જેવા મજબૂત નિર્ણયો અને સ્થિર સરકારની આશામાં ભાજપને જંગી બહુમતી મળી.
• એર સ્ટ્રાઈક - સર્જિકલ સ્ટ્રાઈકઃ બાલાકોટમાં એરસ્ટ્રાઈક અને એલઓસીમાં સર્જિકલ સ્ટ્રાઈકથી લોકોમાં રાષ્ટ્રભાવના જાગી. રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીય સુરક્ષા મહત્વનાં મુદ્દા બન્યાં.
• દિશાહીન વિપક્ષોઃ નરેન્દ્ર મોદીની કામ કરવાની પદ્ધતિ અને છટા સામે વિપક્ષો લગભગ દિશાહીન થઈ ગયા અને તેમની સ્ટ્રેટેજીનો સામનો ન કરી શક્યા.


