અમરનાથ ગુફામાં બિરાજમાન બાબા બર્ફાની

Monday 09th June 2025 05:49 EDT
 
 

જમ્મુ-કાશ્મીરમાં આવેલી પવિત્ર અમરનાથ ગુફામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બનેલા પ્રાકૃતિક સ્વરૂપે બનેલા હિમ શિવલિંગની આ તસ્વીર છે. આ વખતે હિમ શિવલિંગનો આકાર વધુ વિશાળ જોવા મળે છે. શિવલિંગની ઊંચાઈ લગભગ સાત ફૂટ છે. વર્ષે કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફામાં બનેલા હિમ શિવલિંગની તસ્વીર નિહાળવા ઉત્સુક હોય છે. આગામી 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. આ યાત્રા લગભગ 38 દિવસ ચાલશે અને છડીમુબારકની સાથે 9 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે પૂરી થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter