અનંતનાગઃ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના વડા મહેબૂબા મુફતી અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ અમરનાથ યાત્રાની વ્યવસ્થાથી કાશ્મીરીઓના દૈનિક કામકાજ મુશ્કેલીમાં મુકાયા હોવાનો દાવો કર્યો હતો અને ગવર્નર સત્યપાલ મલિકને આ બાબતમાં દરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી.
મહેબૂબા મુફતીએ જણાવ્યું હતું કે, અમરનાથ યાત્રા વર્ષોથી યોજાઈ રહી છે, પરંતુ કમનસીબે આ વર્ષે કરાયેલી વ્યવસ્થાથી કાશ્મીરીઓનું દૈનિક જીવન ખોરવાઈ ગયું છે. અમરનાથ યાત્રા દરમિયાન જમ્મુ-કાશ્મીર હાઇવેના નાગરિક ઉપયોગ પર સરકારે નિયંત્રણો મૂક્યા છે.