અમરનાથ યાત્રાનો ૨૩ જૂનથી પ્રારંભ

Saturday 22nd February 2020 04:03 EST
 
 

જમ્મુઃ અમરનાથ યાત્રા ૨૩ જૂનથી શરૂ થશે. તેનું સમાપન ૩ ઓગસ્ટ, ૨૦૨૦ને રક્ષાબંધનના રોજ થશે. જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ અને અમરનાથજી શ્રાઇન બોર્ડના અધ્યક્ષ ગિરીશ ચંદ્ર મુર્મૂએ જમ્મુમાં આયોજિત ૩૭મી બોર્ડ બેઠકમાં આ ત્રણ તારીખની જાહેરાત કરી હતી. આ વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા ૨૧ જૂનના રોજ છે, પરંતુ તે દિવસે સૂર્યગ્રહણ રહેશે. આ કારણે અમરનાથ દર્શન બે દિવસ બાદ ૨૩ જૂનથી શરૂ થશે. જોકે, હાલ અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી તેને લઇને કોઇ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું નથી. વર્ષ ૨૦૧૯માં કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય કર્યો હોવાથી આ યાત્રા અધવચ્ચે જ મોકૂફ રાખી દેવામાં આવી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter