અમિત શાહની અરુણાચલના સ્થાપના દિનમાં હાજરીથી ચીન ભડક્યું

Wednesday 26th February 2020 05:03 EST
 
 

ઇટાનગર: ગૃહ પ્રધાન અમિત શાહે ૨૦મી ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેઓએ રાજધાની ઇટાનગરમાં તેમણે અરુણાચલના ૩૪મા સ્થાપના દિવસ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ મુદ્દે ચીને વાંધો ઉઠાવ્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે, અમે ક્યારેય અરુણાચલને ભારતના ભાગ તરીકે માન્યતા નથી આપી. અમે શાહના પ્રવાસનો જોરદાર વિરોધ કરીએ છીએ. ભારત-ચીન સરહદે પૂર્વ ક્ષેત્ર અને તિબેટના દક્ષિણ હિસ્સા પર સ્થિતિ સ્પષ્ટ છે. અહીં ભારતીય નેતાઓએ ન આવવું જોઇએ. આ પ્રકારના પ્રવાસથી ચીનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન થાય છે. ભારતે ચીનને જડબાતોડ જવાબ આપતાં કહ્યુ કે, ભારતના નેતાઓ બીજા રાજ્યોની જેમ અરુણાચલની પણ નિયમિત મુલાકાત લે છે.
ભારતના કોઇ પણ નેતા ભારતમાં આવેલા કોઇ પણ રાજ્યમાં જઇ શકે છે. અરુણાચલ ભારતનું રાજ્ય છે. એટલે અમિત શાહની મુલાકાત સામે ચીનના વાંધાનું કોઇ કારણ નથી. ચીન અમારા રાજ્યોમાં દખલ ના કરે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter