નવીદિલ્હીઃ સિક્કિમના મુખ્યપ્રધાન પવન ચામલિંગે જણાવ્યું હતું કે, અમે ચીન અને પશ્ચિમ બંગાળ વચ્ચે સેન્ડવીચ થવા ભારત સાથે જોડાયા નહોતા. દાર્જિલિંગમાં છેલ્લા ૩૦ વર્ષથી ચાલતા ગોરખાલેન્ડનાં આંદોલનને કારણે સિક્કિમને રૂ. ૬૦,૦૦૦ કરોડનું નુકસાન થયું છે. સિક્કિમ બે ધોરીમાર્ગ દ્વારા ભારત સાથે જોડાયેલું છે. જે ઉત્તર બંગાળની પહાડીઓમાંથી પસાર થાય છે.
ચામલિંગે જણાવ્યું હતું કે, નાથુલા સરહદે લડાઈ ફાટી નીકળે તેવી સંભાવના છે. તે ઉપરાંત અમે સિલિગુડીથી પણ અસુરક્ષા અનુભવી રહ્યા છીએ. દરમિયાન ભારતના સંરક્ષણ રાજય પ્રધાન સુભાષ ભામરેએ જણાવ્યું હતું કે, આ અમારી સુરક્ષાનો મામલો હોવાથી પીછેહઠ કરવાનો સવાલ જ નથી. ભારત અને ચીને કૂટનીતિ દ્વારા સરહદી વિવાદ ઉકેલવો જોઈએ નહીં. અમે આ વિવાદનો ઉકેલ કુટનીતિક માધ્યમથી લાવવા ઈચ્છીએ છીએ. આ બધા વચ્ચે પવન ચામલિંગે જણાવ્યું છે કે સિક્કિમની હાલત સેન્ડવીચ જેવી થઈ છે અને સેન્ડવીચ થવા અમે ભારત સાથે જોડાયા નહોતા.