નવી દિલ્હીઃ અયોધ્યા વિવાદ ઉકેલવા રચાયેલી મધ્યસ્થી પેનલ અને તેની પ્રક્રિયામાં ફેરફાર કરવા માટે નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. અપીલમાં જણાવાયું છે કે મધ્યસ્થી પેનલમાં સુપ્રીમ કોર્ટના બે નિવૃત્ત જજને સામેલ કરવામાં આવે જેથી તેની તટસ્થા બની રહે. આ ઉપરાંત મધ્યસ્થીની પ્રક્રિયા ફૈઝાબાદના સ્થાને નવી દિલ્હી અથવા તો અન્ય કોઈ સ્થળે કરવામાં આવે તેવી માગણી કરાઈ છે.

