અયોધ્યામાં ઠંડીનું જોર વધતાં રામલલાને રજાઇ ઓઢાડાઇ

Saturday 07th January 2023 04:44 EST
 
 

ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધતા અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં બિરાજમાન રામલલાને હવે શયન આરતી બાદ રજાઇ ઓઢાડવામાં આવી રહી છે. રાત્રે મંદિરનું વાતાવરણ ગરમ રાખવા બ્લોઅર પણ લગાવી દેવાયું છે. પરિસરમાં રામલલાના બાળ સ્વરૂપની પૂજા-અર્ચના થાય છે. તેથી ઠંડી હોય કે ગરમી. ઋતુ પ્રમાણે જ તેમની સેવાઅર્ચના થાય છે. સનાતન ધર્મની માન્યતા મુજબ પ્રાણ પ્રતિષ્ઠા બાદ મૂર્તિમાં આરાધ્યનો વાસ હોય છે. તેથી તેમને સ્નાન કરાવાય છે, વસ્ત્ર બદલાવાય છે. ભોગ ધરાવાય છે. શણગાર કરાય છે. વહેલી સવારે તેમને મંગળા આરતી સાથે જગાડવામાં આવે છે અને રાત્રે શયન આરતી સાથે પોઢાડવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter