અયોધ્યામાં વિવાદિત સ્થળે જ મસ્જિદ બનવી જોઈએઃ શિયા પર્સનલ બોર્ડ

Friday 16th March 2018 08:06 EDT
 

ફૈઝાબાદઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં શરૂ થયેલી સુનાવણીના એક જ દિવસ બાદ ૧૫મી માર્ચે શિયા પર્સનલ લો બોર્ડે અયોધ્યાના બાબરી મસ્જિદના વિવાદિત સ્થળ મામલે મહત્ત્વની જાહેરાત કરી છે. જેથી વસીમ રિઝવીના પ્રયાસોને ફટકો પડયો છે. વાસ્તવમાં શિયા પર્સનલ લો બોર્ડે વસીમ રિઝવીના પ્રસ્તાવને નામંજૂર કરતાં મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વિવાદિત સ્થળે જ મસ્જિદ બનાવવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે.

શિયા પર્સનલ લો બોર્ડના પ્રવક્તા યાસૂબ અબ્બાસે આપી હતી. સુલતાનુરુલ મદારિસમાં યોજાયેલી બેઠકમાં શિયા પર્સનલ લો બોર્ડે આ નિર્ણય લીધો છે. શિયા બોર્ડ મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સાથે છે. અયોધ્યામાં વિવાદિત સ્થળે જ મસ્જિદ બનવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter