અલ-કાયદાના ચીફની ધમકીઃ ભારતનો જડબાતોડ જવાબ

Friday 12th July 2019 07:54 EDT
 

નવી દિલ્હીઃ હાલમાં જ અલ-કાયદાના ચીફ અલ જવાહિરીએ કાશ્મીર મામલે ભારતીય સેના અને ભારત સરકારને વીડિયો જાહેર કરી ધમકી આપી હતી. જવાહિરીની આ ધમકીનો વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, આવી ધમકીઓ તો અમે સાંભળતા આવ્યા છીએ, મને નથી લાગતું કે તેને ગંભીરતાથી લેવી જોઈએ. રવીશ કુમારે કહ્યું કે, અમારા સુરક્ષા બળ ક્ષેત્રીય સંપ્રભુતા અને સુરક્ષાને બનાવી રાખવા માટે તૈયાર અને સક્ષમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter