શ્રીનગરઃ પુલવામા જિલ્લાના અવંતીપોરામાં ૨૨મીથી સતત ચાલતા ઓપરેશનમાં ૨૫મીએ જૈશે મોહમ્મદના સ્વઘોષિત કાશ્મીર ચિફ કારી યાસિર સહિત ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટર સમયે ઘાયલ થયેલા બે ભારતીય જવાનોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોઈન્ટ ટીમમાં સેનાના જવાનો, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને સીઆરપીએફની ટીમ પણ હતી.
જમ્મુ - કાશ્મીર પોલીસના ઈન્સ્પેક્ટર જનરલે ઘટના પછી કહ્યું હતું કે ઠાર આતંકીઓમાં કારી યાસિરનો સમાવેશ છે. તે પોતાને જૈશે મોહમ્મદના કાશ્મીર ડિવિઝનનો કમાન્ડર ગણાવતો હતો. તે બીજા આતંકીઓ સાથે મળીને શ્રીનગરમાં બ્લાસ્ટ કરવાની યોજના ઘડી રહ્યો હતો.

