અહીં બિરાજશે રામલલ્લા....

Wednesday 27th December 2023 08:51 EST
 
 

અયોધ્યામાં ભગવાન શ્રી રામમંદિરના ભવ્ય ગર્ભગૃહ અને સિંહાસનનું કામ ગયા સોમવારે પૂર્ણ થયું છે. ભગવાન શ્રી રામ અહીં બિરાજશે. મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે રામલલ્લાની 3 મૂર્તિઓ તૈયાર છે. તેમાંથી બેની પસંદગી કરાશે. અમે ચંદનનું તિલક લગાવીને અને સૂર્યનાં કિરણો રેલાવીને પ્રતિમાની ભવ્યતાનું પરીક્ષણ કરીશું. 4 ફૂટ 3 ઇંચની પ્રતિમા દોઢ ફૂટના કમળ પર બિરાજશે. સિંહાસન એ રીતે બનાવવામાં આવ્યું છે કે દર વર્ષે રામનવમીના દિવસે બપોરે 12ના ટકોરે સૂર્યનાં કિરણો પ્રતિમાના કપાળ પર પડે છે. આ મૂર્તિમાં રામલલ્લાની બાળ સુલભ કોમળતા છલકતી હશે., 17 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.
22 જાન્યુ.એ 12થી 12.45 વચ્ચે વિરાજમાન થશે
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીએ બપોરે 12થી 12.45 વાગ્યાની વચ્ચે રામમંદિરના ગર્ભગૃહમાં રામલલાને વિરાજમાન કરવાનો નિર્ણય લીધો છે. ટ્રસ્ટે સમારંભમાં તમામ સંપ્રદાયના 4000 જેટલા સંતોને આમંત્રિત કર્યા છે. મંદિરનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીએ પાંચ ઓગસ્ટ 2020ના રોજ કર્યુ હતું. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે જ મૂર્તિપ્રતિષ્ઠાન થશે. પ્રાણપ્રતિષ્ઠાના સમારંભ માટે વૈદિક અનુષ્ઠાન 16 જાન્યુઆરી, 2024ના રોજથી શરૂ થશે. વારાણસીના પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિત 22 જાન્યુઆરીએ મુખ્ય અનુષ્ઠાન કરશે. 14થી 22 જાન્યુઆરી સુધી અમૃત મહોત્સવની ઉજવણી કરાશે. 1008 કુંડીય મહાયજ્ઞનું પણ આયોજન કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter