આ છે ભારતના ‘ફર્સ્ટ લેડી’

Tuesday 28th April 2020 16:30 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતમાં ફેલાયેલા કોરોના વાઇરસના પ્રકોપ સામે રક્ષણ મેળવવા ગરીબો સાવચેતીરૂપે માસ્ક પહેરી શકે એ માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્ની સવિતા કોવિંદ જાતે સિલાઇ મશીન પર બેસીને માસ્ક સીવી રહ્યાાં છે. સવિતા કોવિંદે રાષ્ટ્રપતિ ભવનના શક્તિ હાટમાં સિલાઈ મશીન પર જાતે માસ્ક સીવ્યાં હતાં. તેમની આ કામગીરી બદલ સોશિયલ મીડિયા પર તેમની ઘણી પ્રશંસા થઈ રહી છે. આ પહેલ કરીને દેશનાં પ્રથમ મહિલાએ સંદેશ આપ્યો છે કે દરેક વ્યક્તિ કોરોના સામે જંગમાં લડી શકે છે. સવિતા કોવિંદે સીવેલાં માસ્ક દિલ્હીના જુદા જુદા શેલ્ટર હોમ્સને પહોંચાડાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter