આ વર્ષે પ્રજાસત્તાક દિવસ પરેડ નાની હશે

Tuesday 05th January 2021 15:03 EST
 

નવી દિલ્હીઃ દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ કોવિડ-૧૯ને કારણે આ વર્ષે સાદગીથી થશે. પરેડની લંબાઈ, દર્શકોની સંખ્યા અને પરેડમાં ભાગ લેતી કન્ટિજન્સીના કદમાં પણ ઘટાડો હશે. આ વર્ષે પરેડ વિજય ચોકથી શરૂ થઈને નેશનલ સ્ટેડિયમ સુધી જ યોજાશે. આ પરેડ ૩.૩ કિ.મી.ની હશે. દર વર્ષે રાજપથથી શરૂ થઈને લાલ કિલ્લા સુધી ૮.૨ કિ.મી.ની પરેડનું આયોજન થતું હોય છે. આ વર્ષે ૧ લાખ નહીં પણ ૨૫ હજાર લોકો જ પરેડ નિહાળી શકશે અને પરેડમાં આ વખતે ૧૫ વર્ષથી નાની ઉંમરના અને દિવ્યાંગ બાળકો બાળકો સામેલ નહીં થઈ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter