આ વર્ષે ભારતનો જીડીપી દર ૧૦ ટકા રહેવાનો અંદાજ

Saturday 18th September 2021 06:36 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેર પછી મોટા ભાગની ક્રેડિટ રેટિંગ એજન્સીઓએ ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ ઘટાડીને સિંગલ ડિજિટ કરી નાખ્યો હતો. જોકે અનલોક પછી જોવા મળેલી ઝડપી વૃદ્ધિને પગલે રેટિંગ એજન્સીઓએ ભારતના વિકાસ દરનો અંદાજ સુધારીને તેમાં વધારો કર્યો છે. એનસીએ-ઇઆરએ તેના તાજા રિપોર્ટમાં નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ભારતનો જીડીપી ૧૦ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
ઇકોનોમિક થિંક ટેંક એનસીએઇઆર (નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ)એ ભારતના જીડીપીનો અંદાજ વધારી ફરીથી ડબલ ડિજિટ કરી નાંખ્યો છે. એનસીએઇઆરના પૂનમ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ભારતના જીડીપી દરનો અંદાજ સુધારવા પાછળનું મુખ્ય કારણ એ છે કે અનલોકડાઉનના પગલે હવે જનજીવન સામાન્ય થઇ રહ્યું છે અને ચીજવસ્તુઓના પુરવઠાનો સપ્લાય સામાન્ય થવા લાગ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter