આ વિજ્ઞાનીઓના કારણે ચંદ્ર પર તિરંગો

Saturday 02nd September 2023 03:23 EDT
 
 

ચન્દ્ર વિજયની ખુશીમાં સમગ્ર દેશમાં વિજ્ઞાન અને વિજ્ઞાનીઓનો જયજયકાર... આ પ્રોજેક્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર વિજ્ઞાનીઓ...

• ડો. એસ. સોમનાથઃ ઇસરો ચેરમેન. સમગ્ર મિશનની જવાબદારી તેમના પર હતી. સ્પેસ એન્જિ.માં દુનિયાના અગ્રણી નિષ્ણાત છે.
• પી. વીરમુથુવેલઃ સમગ્ર મિશનના પ્રભારી. 3.84 લાખ નિયંત્રણમાં યાત્રા દરમિયાન ચન્દ્રયાન તેમની ટીમના કંટ્રોલમાં હતું.
• શ્રીકાંત સી.વી.ઃ ચન્દ્રયાન-3 મિશનના ડિરેક્ટર અને ઇસરોના પ્રોજેક્ટ ડેપ્યુટી ડિરેક્ટર. દેશના અગ્રણી ખગોળશાસ્ત્રી છે.
• વી.નારાયણનઃ લિક્વિડ પ્રપલ્સન સિસ્ટમ સેન્ટરના ડિરેક્ટર. ચન્દ્રયાન-3નું ક્રાયોજેનિક એન્જિન તેમણે ડિઝાઈન કર્યું હતું.
• કલ્પના કે.ઃ મિશનના ડેપ્યુટી ડિરેક્ટર. આ પહેલાં ચન્દ્રયાન-2 અને મિશન મંગલમાં મહત્ત્વની જવાબદારી નિભાવી હતી.
• એમ. શંકરનઃ યુ.આર. રાવ અંતરીક્ષ કેન્દ્રના ડિરેક્ટર. તેમના નેતૃત્વમાં ચન્દ્રયાન બન્યું. બે વર્ષથી સતત મિશનમાં વિવિધ ભૂમિકા ભજવી.
• એસ. મોહના કુમારઃ લોન્ચ માટે મિશનના ડિરેક્ટર. તેમના નિર્દેશનમાં જ ચન્દ્રયાને ચોક્કસ ઉપગ્રહ પ્રક્ષેપણ સ્થિતિ પૂરી કરી.
• એમ. વનીતાઃ યુ.આર. રાવ સેટેલાઈટ સેન્ટરના ડે. ડિરેક્ટર. ઈલેક્ટ્રોનિક સિસ્ટમમાં એન્જિનિયર છે. આ મિશનમાં પણ સામેલ.
• એ. ઉન્નીકૃષ્ણન નાયરઃ વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર. નાયર માનવ અંતરીક્ષ ઉડાન સિસ્ટમના નિષ્ણાત છે.
 રીતિ કરિધલ શ્રીવાસ્તવઃ ‘રોકેટ વુમન ઓફ ધ ઈન્ડિયા’ તરીકે જાણીતાં. ચન્દ્રયાન-2નો હિસ્સો રહ્યાં છે. યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ પણ મળ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter