મુંબઈ: કોહીનૂર સ્ક્વેરના રૂ. ૪૫૦ કરોડના ગોટાળા સંદર્ભે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરેને ઇડી દ્વારા પૂછપરછ માટે બોલાવાયા હતા. સવારના ૧૧.૩૦થી લઇને ચાલેલી પૂછપરછ રાતના ૮:૧૫ વાગ્યે સુધી ચાલી હતી. જોકે આખો દિવસ ચાલેલી આ પૂછપરછમાં ઇડીએ તેમને શું પ્રશ્નો પૂછયા એ વિશે જાણવા માગતી મીડિયા સાથે તેમણે વાત કરવાનું ટાળ્યું હતું. રાજ ઠાકરેને ઇડીએ પૂછપરછ માટે બોલાવાતા મનસે સૈનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. રાજ ઠાકરેએ તેમને સંયમ જાળવવા કહ્યું હતું અને ઇડીની ઓફિસ સામે ભેગા ન થવા જણાવ્યું હતું.

