આકાશ-શ્લોકાને ત્યાં પારણું બંધાયુઃ મુકેશ અંબાણી દાદા બન્યા

Sunday 20th December 2020 02:53 EST
 
 

મુંબઈઃ દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી દાદા બન્યા છે. તેમના પુત્ર આકાશ અંબાણીના પત્ની શ્લોકાએ ૧૦ ડિસેમ્બરે પુત્રને જન્મ આપ્યો છે. ગયા વર્ષે માર્ચમાં આકાશ અને શ્લોકાના લગ્ન થયા હતા. તેમનાં લગ્ન દેશ-દુનિયામાં ચર્ચાયા હતા. હીરાના વેપારી રસેલ મહેતાનાં પુત્રી શ્લોકા અને આકાશ અંબાણી બાળપણના મિત્રો રહ્યાં છે. ગયા વર્ષે રિલાયન્સે રૂ. ૬૨૦ કરોડમાં બ્રિટનની ટોય બ્રાન્ડ હેમ્લેઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ ખરીદી હતી. એ સમયે સોશિયલ મીડિયામાં લોકો મજાક કરતાં હતાં કે,  મુકેશ અંબાણી તેમના આવનારા પૌત્ર-પૌત્રી માટે અત્યારથી જ રમકડાં ભેગા કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter