આગ્રાનું નામ બદલીને અગ્રવન કરવાની તૈયારી

Thursday 21st November 2019 02:43 EST
 

લખનૌઃ યોગી સરકારે અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશના શહેરોમાંથી મુગલસરાયનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય નગર, અલ્હાબાદનું નામ પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ અયોધ્યા કર્યું છે. હવે આગ્રાનું નામ બદલવા આગ્રા સ્થિત આંબેડકર યુનિવર્સિટીને શહેરના નામના ઐતિહાસિક તથ્યોનું વિશ્લેષ્ણ કરવા કહ્યું છે. યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષનું કહેવું છે કે તેઓ સરકારના પ્રસ્તાવની દિશામાં કામ કરવું શરૂ કરી દીધું છે.

કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે આ શહેરનું ઐતિહાસિક નામ અગ્રવન હતું અને ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર આગ્રાનું નામ અગ્રવન કરવાનું વિચારી રહી છે એટલું જ નહીં રાજ્ય પ્રશાસને ઈતિહાસકારો તથા વિશેષજ્ઞોને પૂછવામાં આવ્યું છે કે એ પરિસ્થિતિ તથા સમય અંગે પણ જાણકારી મેળવવામાં આવે જ્યારે અગ્રવનનું નામ બદલીને આગ્રા કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter