આઝાદીનાં ૨ વર્ષ પછી ૧૯૪૯માં કલમ ૩૭૦ બની, હવે ૭૦ વર્ષ પછી ખતમ

Friday 09th August 2019 06:18 EDT
 
 

કાશ્મીરમાં આઝાદી અગાઉ શું સ્થિતિ હતી? આઝાદી પછી શું સ્થિતિ હતી? અને વિદ્રોહની શરૂઆત કઇ રીતે થઇ તેની આછેરી રૂપરેખા...

આઝાદી અગાઉ

૧૮૪૬ઃ મહારાજા ગુલાબ સિંહે અંગ્રેજ પાસે કાશ્મીર ખરીદી જમ્મુ-કાશ્મીર બનાવ્યું

• ૧૮૪૬ઃ જમ્મુ અને લદાખના શાસક મહારાજા ગુલાબ સિંહે ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી કાશ્મીર ખરીદ્યું આ રીતે જમ્મુ-કાશ્મીર રાજ્ય બન્યું. આ કરાર અમૃતસર સંધિ નામથી જાણીતો છે.
• ૧૯૩૧ઃ મહારાજા હરિ સિંહ સામે કાશ્મીરમાં આંદોલન. લશ્કરે દબાવી દીધું.
• ૧૯૩૨ઃ કાશ્મીરી નેતા શેખ અબ્દુલ્લાએ કાશ્મીરને હરિ સિંહના હાથમાંથી છોડાવવા લડાઈ શરૂ કરી. ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર મુસ્લિમ કોન્ફરન્સની રચના કરી.
• ૧૯૪૭ઃ માર્ચમાં કાશ્મીરના પૂંચ ક્ષેત્રમાં ફરી એક વાર વિરોધ શરૂ થયો. પરંતુ મહારાજાની સેનાએ તેને દબાવી દીધો.

૧૯૪૬માં કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લાએ મહારાજા કાશ્મીર છોડો આંદોલન શરૂ કર્યું. શેખની ધરપકડ કરાઈ અને તેમને ત્રણ વર્ષની સજા પણ થઈ.

આઝાદી પછી

હરિ સિંહે ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ ભારતમાં વિલય માટે સંધિ પર હસ્તાક્ષર

• ૧૮૪૭ઃ પાક. સમર્પિત કબાઇલીઓએ કાશ્મીર પર હુમલો કર્યો. ૨૬ ઓક્ટોબર ૧૯૪૭ના રોજ મહારાજા હરિ સિંહે ભારત સાથે વિલય સંધિ પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન ગીલગિટ-બાલ્ટિસ્તાન ગુમાવી દીધા હતા.
• ૧૯૪૮ઃ ભારતે કાશ્મીર મુદ્દો યુએનમાં ઊઠાવ્યો.
• ૧૯૫૦ઃ ચીન પાસેથી પશ્ચિમ કાશ્મીર પર કબજો કર્યો.
• ૧૯૬૨ઃ ચીને અક્ષય ચીન પર યુદ્ધ કરી ભારતને હરાવ્યું.

પાક. કબાઇલીઓએ કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે તેને જવાબ આપવા માટે કાશ્મીરી મહિલાઓએ ફોજ બનાવી તેનો સામનો કર્યો હતો.

વિદ્રોહની શરૂઆત

૧૯૮૭માં પાકિસ્તાનના ઈશારે ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ થયો તો શસ્ત્રો ઉપાડ્યાં

• ૧૯૮૭માં ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ થયો. પાક.ના ઇશારે નેતાઓએ શસ્ત્રો ઊઠાવ્યા. આતંક-ભાગલાવાદ શરૂ થયો.
• ૧૯૯૦ઃ ખીણમાં હિન્દુઓને ઠાર મારવામાં આવ્યા. આ દરમિયાન પાકિસ્તાને આતંકીઓને ટ્રેનિંગ આપી દેશમાં હુમલા કરાવ્યા.
• ૧૯૯૯ઃ પાક.નો કારગિલ પર કબજાનો પ્રયાસ. તેનો પરાજય થયો. ૨૦૦૧-૨૦૦૨માં દિલ્હીમાં સંસદ અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર આતંકી હુમલો.
• ૨૦૧૪ઃ પાક. હાઇ કમિશનર ભાગલાવાદી નેતાઓને મળ્યા. ભારતે વાટાઘાટો રદ કરી. આ દરમિયાન પીડીપી-ભાજપની સરકાર બની.

છેલ્લા ૩૦ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની ૭૦ હજારથી વધુ ઘટના બની, ૪૪ હજારથી વધુ મોત થયા, તેમાં ૩ હજારથી વધુ જવાન શહીદ થયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter