નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારતના નિર્ધારને વેગ આપતાં મોદી સરકારે ૯મી ઓગસ્ટે સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને વેગ આપવાના પ્રયાસની જાહેરાત કરી હતી. આ ઘોષણામાં નેગેટિવ આર્મ્સ લિસ્ટ જારી કરી રવિવારે ૧૦૧ શસ્ત્ર અને સરંજામની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રતિબંધ ડિસેમ્બર ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૫ સુધી લાગુ રહેશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, સશસ્ત્રદળોની જરૂરિયાતો સાથે સમાધાન કર્યા વિના સમયાંતરે આ યાદીમાં વધારો અથવા તો સુધારો થતો રહેશે. આ પ્રતિબંધ દ્વારા ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો લક્ષ્યાંક છે. ૧૦૧ પ્રતિબંધિત સંરક્ષણ આયાતોમાં શસ્ત્રો, સોનાર અને રડાર, આર્ટિલરી ગન, એસોલ્ટ રાઇફલ, કોર્વેટ્સ, ટ્રાન્સપોર્ટ એરક્રાફટ, લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર સહિતના અન્ય સંરક્ષણ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
નિર્ણયની જાહેરાત કરતાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ જાહેર કરેલા આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રચંડ વેગ આપવા સંરક્ષણ મંત્રાલય તૈયાર છે. સંરક્ષણ મંત્રાલયે ૧૦૧ સંરક્ષણ આઇટમની યાદી તૈયાર કરી છે. જેમની આયાત પર પ્રતિબંધ રહેશે. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે આ મોટું પગલું છે. આ નિર્ણયને પગલે ભારતની સંરક્ષણ કંપનીઓને નેગેટિવ લિસ્ટમાં સામેલ સંરક્ષણ ઉત્પાદનોનું પોતાની ડિઝાઇનનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવા, પોતાની ક્ષમતાઓ વિકસાવવા અને ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરાયેલી ટેક્નોલોજી અપનાવવાની મોટી તક ઉપલબ્ધ થશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આર્મી, નેવી, એરફોર્સ, ડીઆરડીઓ, ડિફેન્સ સેક્ટરની જાહેરક્ષેત્રની કંપનીઓ, ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ અને ખાનગી કંપનીઓ સાથે ચર્ચાના સંખ્યાબંધ રાઉન્ડ પછી નેગેટિવ લિસ્ટ તૈયાર કરાયું છે.
ડિસેમ્બર ૨૦૨૦થી પ્રતિબંધિત આયાત
૧. ૧૨૦ મીમી ફિન આર્મર સબોટ
૨. ૭.૬૨ બાય ૫૧ સ્નાઇપર રાઇફલ
૩. ટ્રક્ડ સેલ્ફ પ્રોપેલ્ડ એસપી ગન
૪. ટોવ્ડ આર્ટિલરી ગન
૫. શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ
૬. શિપબોર્ન ક્રૂઝ મિસાઇલ
૭. મલ્ટિબેરલ રોકેટ લોન્ચર
૮. સ્માર્ટ રેન્જ ધરાવતા સિમ્યુલેટર્સ
૯. બટાલિયન સપોર્ટ સિમ્યુલેટર્સ
૧૦. કન્ટેનર બેઝ સિમ્યુલેટર્સ
૧૧. ટેઇલર મેઇડ સિમ્યુલેટર્સ
૧૨. ટેક્ટિકલ સિમ્યુલેટર્સ
૧૩. ટેન્ક સિમ્યુલેટર્સ
૧૪ અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર
૧૫ એર ડિફેન્સ ફાયર કન્ટ્રોલ રડાર
૧૬. ટી-૯૦ ટેન્ક માટે રિપેર ફેસિલિટી
૧૭. શિપબોર્ન વેપન સિસ્ટમ
૧૮. બુલેટપ્રૂફ જેકેટ
૧૯. બેલિસ્ટિક હેલમેટ
૨૦. મિસાઇલ ડિસ્ટ્રોયર
૨૧. મલ્ટિ પરપઝ વેસલ
૨૨. ઓફશોર પેટ્રોલ વેસલ
૨૩. નેક્સ્ટ જનરેશન મિસાઇલ વેસલ
૨૪ એન્ટિ સબમરિન વોટર ક્રાફ્ટ
૨૫. વોટર જેટ ફાસ્ટ ટ્રેક ક્રાફ્ટ
૨૬. એમ્યુનિશન બાર્જિસ
૨૭. ૫૦ ટન બોલાર્ડ – પુલ ટગ્સ
૨૮ સરવે વેસલ્સ
૨૯ ફ્લોટિંગ ડોક
૩૦ ડાઇવિંગ સપોર્ટ વેસલ્સ