હિમાલયમાં બરફવર્ષા અને ઠંડીનું જોર વધી રહ્યું હોવાથી આદિ કૈલાશ પર્વત પાસે આવેલા પાર્વતી સરોવરનું પાણી પણ બરફ બની ગયું છે. પાર્વતી સરોવર આદિ કૈલાશ શિખર નજીક 4,497 મીટરની ઊંચાઈએ આવેલું પવિત્ર સરોવર છે. વહીવટી તંત્રે ચીન સરહદ પાસેના પિથૌરાગઢની દારમા વ્યાસ ખીણમાં પ્રવાસીઓની અવરજવર બંધ કરી દીધી છે. હવે થોડા સમય સુધી પ્રવાસીઓ આદિ કૈલાશ અને ઓમ પર્વત વિસ્તાર નહીં જઈ શકે. જોકે વાતાવરણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે 15 ડિસેમ્બરથી જ પ્રવાસીઓને પાસ આપવાનું અટકાવી દીધું હતું.


