આદિ કૈલાશના આંગણામાં વડાપ્રધાનનો ધ્યાન યોગ

Tuesday 17th October 2023 16:35 EDT
 
 

પિથોરાગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી. તેમણે અહીંથી 50 કિ.મી દૂર આવેલા આદી કૈલાસ પર્વતનાં શિખરનાં દર્શન કર્યા હતા અને ધ્યાન ધર્યું હતું. આ પ્રસંગે તેમણે સ્થાનિક પરંપરાગત વસ્ત્રો પરિધાન કર્યા હતા. આ પછી ભારત અને ચીનની સીમા ખાતે આવેલા ગુંજી ગામ ગયા હતા તેમજ અલમોડા ખાતે જાગેશ્વર ધામમાં જઈને ભગવાન શંકરની પૂજાઅર્ચના કરી હતી. પાર્વતી કુંડમાં પૂજાઅર્ચના કરી હતી. આદી કૈલાસનાં દર્શન કરવા શ્રદ્ધાળુઓએ હવે ચીનનાં કબજામાં આવેલા તિબેટ જવાની જરૂર રહેશે નહીં. તેઓ પિથોરાગઢ ખાતેથી જ આદી કૈલાસનાં દર્શન કરી શકશે. આ વિસ્તાર ચીનની સરહદથી ફક્ત 20 કિમી જ દૂર છે. આ વિસ્તારની મુલાકાત મોદી પહેલા મોદીએ અહીં ઉત્તરાખંડને રૂ. 4500 કરોડનાં પ્રોજેક્ટની ભેટ ધરી હતી અને જુદી જુદી યોજનાઓની શિલારોપણ વિધિ કરી હતી.

પિથોરાગઢ ખાતે સભાને સંબોધતા તેમણે ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વિના બંને દેશને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત સામે આંખ ઊંચી કરનાર દેશને જડબાતોડ જવાબ આપવામાં આવશે. આજનું ભારત કોઈ દેશની ડરતું નથી કે કોઈ દેશને ડરાવતું નથી. ભારત સામે આંખ ઊંચી કરનાર દેશ સામે સખતમાં સખત પગલાં લેવામાં આવશે. મોદીએ કહ્યું કે તેઓ જ્યારે વિદેશી નેતાઓ સાથે હાથ મિલાવે છે ત્યારે આંખમાં આંખ મિલાવીને વાત કરે છે. મોદીએ કહ્યું કે અગાઉની સરકારોને બોર્ડર પર જતા ડર લાગતો હતો અમે ડરવાની વિચારધારાને કોરાણે મૂકીને આગળ વધી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter