મુંબઈઃ જાહેરાત ગુરુ અને એક્ટર એલિક પદમસીનું ૧૭મીએ ૯૦ વર્ષની વયે નિધન થયું હતું. તેમની તબિયત નાજુક હતી. છેલ્લા કેટલાક સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. એલિક પદમસીના પિતા ઝફરભાઈ અને માતા કુલસુમબાઈ ગુજરાતના ખોજા મુસ્લિમ સમુદાયના હતાં. પદમસી ૧૪ વર્ષ સુધી જાહેરખબર એજન્સી લિન્ટાસ ઈન્ડિયાના સીઈઓ રહ્યા હતા. જાહેરખબરોથી પદમસીએ દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી હતી.
૮૦થી ૯૦ના દશકમાં લિરિલ ગર્લ સહિત પદમસીની બનાવેલી જાહેરખબરથી ઘણા મશહૂર હતા. તેમણે એવિટા, જિસસ ક્રાઇસ્ટ સુપર સ્ટાર અને બ્રોકન ઇમેજ જેવા અંગ્રેજી નાટકનાં પણ નિર્માણ કર્યાં હતાં. અલેક પદમસીને જાહેરખબર અને થિયેટરમાં તેમના યોગદાન બદલ ૧૯૯૯માં પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો હતો.

