પટનાઃ બિહારમાં આયારામ ગયારામ તરીકે કુખ્યાત બનેલા જિતનરામ માંઝીએ ફરી એક વાર પાટલી બદલી છે. બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન જિતનરામ માંઝીએ ૨૮મી ફેબ્રુઆરીએ એનડીએ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી હતી, માંઝીની પાર્ટી હિન્દુસ્તાન અવામ મોરચાના પ્રવક્તા દાનિસ રિઝવાને જણાવ્યું હતું કે, જિતનરામ માંઝી હવે ફરી પાછા રાજદ અને કોંગ્રેસના મહાગઠબંધન સાથે હાથ મિલાવશે. તાજેતરમાં જિતનરામ માંઝી અને રાજદના નેતા તેજસ્વી યાદવ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. તેજસ્વી યાદવે પણ જાહેરાત કરી હતી કે જિતનરામ માંજી મહાગઠબંધનમાં જોડાઈ ગયા છે. તેજસ્વી યાદવે માંઝી સાથે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જિતનરામ માંઝીએ એન્ડીએ સાથે છેડો ફાડી નાખ્યો છે જિતનરામ માંઝી મારા માતા-પિતાના જૂના મિત્ર છે. અમે તેમનો આવકાર કરીએ છીએ.