નવી દિલ્હીઃ નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવા રિઝર્વ બેંક સરકારને રૂ. ૨૮,૦૦૦ કરોડ વચગાળાના ડિવિડન્ડ તરીકે આપશે. રિઝર્વ બેંકની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. મર્યાદિત ઓડિટ સમીક્ષાના આધારે અને હાલના આર્થિક મૂડી માળખાને લાગુ કર્યા બાદ બોર્ડે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ પૂરા થતાં અર્ધવાર્ષિક માટે રૂ. ૨૮,૦૦૦ સરપ્લસને સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો. અગાઉ અરુણ જેટલીએ સેન્ટ્રલ બોર્ડની બજેટની બેઠકમાં સંબોધન કર્યું હતું.

