આર્થિક નિષ્ણાતોની નજરે બજેટ 2023-24

Saturday 11th February 2023 04:12 EST
 
 

ભારત સરકારના નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કરેલા વર્ષ  2023-24ના બજેટ અંગે ટોચના આર્થિક નિષ્ણાંતો શું કહે છે... વાંચો આગળ.

• બાહુબલી બજેટ... એક સાથે અનેક તક સર્જવાની સાથે અનેક પ્રશ્નો ઉકેલવા પ્રયાસ. વેરા રાહત આપીને માગ જળવાઈ રહે તે દિશમાં પગલાં લેવાયા છે. - નીલેશ શાહ, કોટક મહિન્દ્રા એસેટ
• બજેટમાં લાંબા ગાળાનો આર્થિક ગ્રોથ વધારવા પર ફોકસ. મધ્યમ વર્ગના હાથમાં પૈસા રહે અને તેઓ ખરીદી કરી શકે તેવા પગલાંથી વેચાણમાં વૃદ્ધિ જોવાશે. - મોતીલાલ ઓસવાલ, એમએસએફએસ
• બજેટ ટ્રેન્ડ સેટર છે. વિપરીત પરિબળો અને માથે સામાન્ય ચૂંટણી છતાં ગ્રોથને જાળવવાની સાથે દરેક મોરચે સુધારા કરવા એ મહત્ત્વનું છે. આગામી વર્ષોમાં સ્થિર અને ઊંચા ગ્રોથનો માર્ગ તૈયાર કરાયો છે. શેરબજાર માટે પોઝિટીવ સંકેત છે, અને લાંબા ગાળાનું રોકાણ લાભદાયક રહેશે. - સંજીવ ભસીન, આઇઆઇએફએલ સિક્યુરિટીઝ
• આર્થિક ગ્રોથનો રોડ મેપ છે. સ્કિલ ડેવલોપમેન્ટ અને એજ્યુકેશન પર ભાર મૂકાયો છે. - વિશાલ કંપાણી, જેએમ ફાઇનાન્સિયલ
• દિવાળી જેવો માહોલ સર્જયો છે. લોકો પર બોજો વધ્યો નથી તો પગારદારને રાહત મળી છે. - વિજય કેડિયા, માર્કેટ એનાલિસ્ટ
• ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા સેક્ટર પર ભાર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મોટાં ખાનગી રોકાણ આકર્ષાશે. - રાજીવ અગરવાલ, એસ્સાર પોર્ટ્સ
• વૃદ્ધિ અને રોજગાર પર ધ્યાન આપતું બજેટ. વૈશ્વિક પ્રતિકુળતા સામે આધાર આપશે. - દિનેશ ઠક્કર, ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝ
• બજેટમાં માગને પ્રોત્સાહન મળે તેવા પગલાં છે અને કેપિટલ માર્કેટ પર નવો બોજો નથી. - સુનિલ સિંઘાનિયા, અબાકસ એસેટ

• ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડીકાર્બનાઇઝ્ડ એનર્જી વ્યવસ્થા તંત્રનાં નિર્માણ પર ફોકસ અને ફાળવણી કેન્દ્રીય બજેટનું મુખ્ય પાસુ છે, જેને કારણે ભારતનું ભાવિ સલામત થશે. એનર્જી ટ્રાન્ઝીશન માટે 35,000 કરોડની ફાળવણી અને 5 MMT હાઇડ્રોજનનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક દેશનાં ખૂણે ખૂણે નવી માંગ ઊભી કરશે અને તેને કારણે ગ્રીન ગ્રોથને વેગ મળશે. - પ્રશાંત રુઈયા, એસ્સાર કેપિટલ

બજેટ 2023-24 હાઈલાઈટ્સ 

• બજેટ 2023-24 અમૃતકાળના 25 વર્ષનું વિઝન રજૂ કરી રહ્યું છે. • મોદી સરકારમાં આઠ વર્ષે વ્યક્તિગત આવકવેરાનો સ્લેબમાં પરિવર્તન કરાયું. • બાળકો અને યુવાનો માટે નેશનલ પટેલ લાઇબ્રેરીઓ સ્થપાશે. • યુવાનોને કૃષિ તરફ વાળવવા કૃષિ સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન અપાશે, એગ્રીકલ્ચરલ એક્સીલેટર ફંડ બનાવવામાં આવશે. • ખાધાન્ન સુરક્ષા માટે માટે મફત અનાજ યોજના એક વર્ષ માટે લંબાવાઈ, તે માટે બે લાખ કરોડની ફાળવણી કરાશે. • મોદી સરકારના ૯ વર્ષના કાર્યકાળમાં વ્યક્તિદીઠ આવક બમણાથી વધુ વધીને રૂ. 1.97 લાખ થઈ.
• જી-20ના અધ્યક્ષપદની તક મળના ભારતને વૈશ્વિક અર્થતંત્રમાં તેની ભૂમિકા વધુ મજબૂતીથી ભજવવાની તક મળી છે. • મૂડી રોકાણનો ખર્ચ ૩૩ ટકા વધીને રૂ. ૧૦ લાખ કરોડ થયો. • રાજ્યોને 50 વર્ષની વ્યાજ મુક્ત લોન વધુ એક વર્ષ ચાલુ રહેશે. • ઈપીએફઓના સભ્યોની સંખ્યા બમણા કરતાં વધીને 27 કરોડ થઈ. • વૈકલ્પિક ખાતરને પ્રોત્સાહન આપના પીએમ પ્રણામ યોજના શરૂ કરાશે. • 50 સ્થળોને પ્રવાસના સંપૂર્ણ પેકેજ તરીકે વિક્સાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter