આવતા મહિને ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં ચૂંટણી

Friday 27th January 2023 14:58 EST
 
 

નવી દિલ્હી: આવતા વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પૂર્વે એટલે કે આ વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી થઈ જશે. ફેબ્રુઆરીમાં ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય એમ ત્રણ રાજ્યોની ચૂંટણીઓ યોજાશે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ ત્રિપુરામાં 16મી ફેબ્રુઆરી, નાગાલેન્ડ અને મેઘાલયમાં 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. પ્રત્યેક રાજ્યમાં વિધાનસભાની 60 બેઠકો છે. આ વર્ષે ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગણા તથા મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જે 2024 ની લોકસભાની ચૂંટણીની સેમીફાઈનલ સમાન બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter