ચંદીગઢઃ આશુતોષ મહારાજના શરીરને પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટે સુરક્ષિત રાખવાની મંજૂરી આપી દીધી છે. પાંચમી જુલાઈએ હાઇ કોર્ટની બે બેન્ચે આ આદેશ આપ્યો હતો. સાથે જ સિંગલ બેન્ચના તે આદેશને રદ કરી દીધો હતો જેમાં શરીરના અંતિમ સંસ્કારના આદેશ હતા. દિવ્ય જ્યોતિ સંસ્થાના પ્રમુખ આશુતોષ મહારાજનું શરીર સાડા ત્રણ વર્ષથી ફ્રીઝરમાં રખાયેલું છે. સંસ્થાનો દાવો છે કે તેઓ સમાધિમાં છે.