ગુવાહાટીઃ આસામમાં વધુ એક લાખથી વધારા લોકોના નામ ડ્રાફ્ટ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સમાંથી (એનસીઆર) બાકાત કરાયાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. ૨૬મીએ આસામ સરકારે જણાવ્યા મુજબ વધુ ૧,૦૨,૪૬૨ લોકોના નામ ડ્રાફ્ટ એનઆરસીમાંથી બાકાત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ લોકોના નામ પડતા મુકવાના કારણો આપતા કહ્યું હતું કે, વિદેશી જાહેરા થયેલા, શંકાસ્પદ મતદારો અથવા વ્યક્તિઓ જેમની સામે વિદેશી કોર્ટમાં કેસો પડતર હોય તેવા લોકો અથવા તેમના વંશજો જેમની ઓળખ એનઆરસી ડ્રાફ્ટ તૈયાર થયા બાદ થઈ છે.