ઇ-સિગારેટ પર પ્રતિબંધનો ખરડો રજૂઃ વેચવા કે રાખવા બદલ પાંચ વર્ષની જેલ

Wednesday 27th November 2019 05:29 EST
 
 

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના પાંચમા દિવસે ૨૨મી નવેમ્બરે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ઇ-સિગારેટ પર પ્રતિબંધ લાદવા અંગેનો ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય પ્રધાન ડો. હર્ષવર્ધને ખરડો રજૂ કરતાં જણાવ્યું હતું કે ઇ-સિગારેટ વેચવા, રાખવા કે તેની કોઈ પણ પ્રકારની જાહેરાત કરવાના કૃત્ય બદલ ૫ વર્ષ સુધીની સજા થઈ શકે છે અા સાથે રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ પણ ખરડામાં જોડાયેલી છે.
આ ખરડો ૧૮ સપ્ટેમ્બરે લવાયેલા વટહુકમનું સ્થાન લેશે. વટહુકમથી દ્વારા દેશમાં ઇ-સિગારેટની આયાત, ઉત્પાદન, વેચાણ, જાહેરાત અને સંગ્રહ પર તત્કાળ રોક લગાવી દેવાઇ હતી. ઇ-હુક્કા, હીટ નોટ બર્ન૦ વગેરે પણ પ્રતિબંધિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter