ઇડી દ્વારા મેટ્રિક્સના માલિક નિશાંત કનોડિયાની પૂછપરછ

Wednesday 06th March 2019 07:39 EST
 

મુંબઈ: ઇડીએ રવિવારે આઈસીઆઈસીઆઈ- વીડિયોકોન લોન છેતરપિંડી મામલે મેટ્રિક્સ જૂથના માલિક નિશાંત કનોડિયાની મુંબઈની ઓફિસમાં પ્રથમ વાર પૂછપરછ કરી હતી. નિશાંત એસ્સાર જૂથના ચેરમેન રવિ રઇયાના જમાઈ છે. તેમના લગ્ન રવિ રુઇયાની પુત્રી સ્મિતિ રુઇયા સાથે થયાં છે. મેટ્રિક્સ જૂથ અને તેની સાથે સંકળાયેલી ફર્સ્ટ હેન્ડ હોલ્ડિંગ લિ. મોરેશિયસમાં છે.
ઉલ્લેખનીય છે કે આઇસીઆઇસીઆઇ બેંકના પૂર્વ સીઇઓ ચંદા અને તેમના પતિ દીપક કોચર પૂછપરછ માટે ઇડીની મુંબઇ ઓફિસમાં પહેલીએ હાજર થયા હતાં. ઇડીએ તેમના સંકુલોમાં દરોડા પાડયા પછી બંને ઇડી સમક્ષ હાજર થયા હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કેસના તપાસ અધિકારી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ બંનેના નિવેદનો રેકોર્ડ થતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter