ઇન્કમટેક્સ અધિકારીમાંથી અભિનેત્રી બનેલી કૃતિ વર્મા કાનૂનના સકંજામાં

Friday 17th February 2023 08:00 EST
 
 

ઇન્કમ ટેક્સ અધિકારીમાંથી અભિનેત્રી બનેલી કૃતિ વર્મા સામે મની લોન્ડરિંગના કેસમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ તપાસ શરૂ કરી છે. 263કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં કૃતિની સંડોવણી હોવાની ઈડીને શંકા છે. કૃતિ પર મુખ્ય આરોપીઓ સાથે ગાઢ સંબંધ હોવાનો આરોપ છે. અભિનેત્રીએ ઈડી સમક્ષ આરોપોના જવાબો આપ્યા છે, પણ હજુ તેને ક્લિનચીટ મળી નથી, જે દર્શાવે છે કે દાળમાં કંઇક કાળું છે. કૃતિ વર્મા ટીવી અભિનેત્રી છે. બિગ બોસ સિઝન-12માં દેખાઈ એ પછી એ જાણીતી બની હતી. રોડીઝમાં પણ એ દેખાઈ ચૂકી છે. ટીવી પરદે લોકપ્રિય થઈ રહેલી કૃતિ સામે ઈડીએ તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગના એક અધિકારી તાનાજી મંડલ અધિકારી સહિતના આરોપી સામે રિફંડ મેળવવામાં ગરબડ કર્યાનો આરોપ લાગ્યો છે. ઇડીનું માનવું છે કે તાનાજી મંડળ સાથે કૃતિને ગાઢ સંબંધો છે અને તાનાજી પાસેથી મોટી રકમ મેળવી છે. દિલ્હીમાં સીબીઆઈએ આ મામલે તપાસ હાથ ધરી હતી. હવે એ કેસમાં ઈડીએ પૂછપરછ શરૂ કરી છે. આરોપ પ્રમાણે મુખ્ય આરોપી તાનાજી મંડલ આવકવેરા વિભાગમાં સિનિયર પોસ્ટ પર હોવાથી તેની પાસે અન્ય ઉચ્ચ અધિકારીના લોગ ઈન હતા. જેના આધારે તેણે રિફંડ આપવામાં ગરબડો કરી હતી. એમાંથી કેટલીક રકમ અભિનેત્રીને મળ્યાનું કહેવાય છે. જોકે, ટેક્સ ઓફિસરમાંથી અભિનેત્રી બનેલી કૃતિ વર્માએ કહ્યું હતું કે તેને જે રકમ મળી હોવાનું ઈડી કહે છે એ એક ડાન્સ પર્ફોર્મન્સના બદલામાં મળી હતી. એ વખતે તે મુખ્ય આરોપીને ઓળખતી ન હતી. આ કેસમાં ઇડીએ જપ્ત કરેલી સંપત્તિમાં છે, એમાં કૃતિ વર્માના નામે લેવાયેલી સંપત્તિનો પણ સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter