ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભારતની શ્રેષ્ઠ સંસ્થા

Sunday 19th June 2022 12:09 EDT
 

નવી દિલ્હીઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (આઇઆઇએસ) બેંગ્લૂરુએ ફરી એક વાર દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી અને સાઉથ એશિયામાં ઉભરતી યુનિવર્સિટીનો ખિતાબ જીતી લીધો છે. દેશમાં આઈઆઈટી-મુંબઈ બીજા સ્થાને અને આઈઆઈટી-દિલ્હી ત્રીજા સ્થાને રહી છે. આઠ અને નવ જૂને લંડનમાં જારી થયેલા ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ - 2023માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ - બેંગ્લૂરુ વિશ્વભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 155મા સ્થાને રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022ના લિસ્ટમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ - બેંગ્લૂરુ વિશ્વમાં 186મા ક્રમે રહી હતી. આમ એક જ વર્ષમાં તેના રેન્કિંગમાં મોટો સુધારો થયો છે.
આઇઆઇએસ-બેંગ્લૂરુએ સંશોધન મોરચે 100 ટકા સ્કોર હાંસલ કર્યો છે. રેન્કિંગ 2023 વિશ્વની ટોચની 200 સંસ્થામાં આઇઆઈટી-મુંબઈ અને આઈઆઈટી-દિલ્હીને પણ સ્થાન મળ્યું છે. રેન્કિંગ 2013માં ભારતની 12 યુનિવર્સિટીના રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે તો 10નું રેન્કિંગ કથળ્યું છે. 12 યુનિવર્સિટીની સ્થિતિ યથાવત્ રહી છે. ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ - 2023માં મેસ્ચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) સતત 11મા વર્ષે ટોચના સ્થાને રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter