ઇન્ફોસિસ વિશ્વની ત્રીજા નંબરની પ્રતિષ્ઠિત કંપનીઃ માઇક્રોસોફ્ટ, ડિઝની કરતાં પણ ટોચે

Sunday 06th October 2019 15:13 EDT
 
 

નવી દિલ્હીઃ બિઝનેસ જગતમાં પ્રતિષ્ઠા અને પ્રદર્શન એક-બીજા પર નિર્ભર છે. જેટલી પ્રતિષ્ઠિત કંપની, કારોબાર તેટલો શ્રેષ્ઠ. અમેરિકી બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે ૨૦૧૯ની ટોપ-૨૫૦ પ્રતિષ્ઠિત કંપનીઓની યાદી જારી કરી છે. ઇન્ફોસિસ, ટીસીએસ, એચડીએફસી સહિત ભારતની ૧૭ કંપની તેમાં છે.
ગ્લોબલ પેમેન્ટ ટેક્નોલોજી કંપની વીસા પ્રથમ અને ઇટાલિયન લકઝરી કાર કંપની ફરારી બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે ઇન્ફોસિસ ભારતીય કંપનીમાં અગ્રેસર છે. ઇન્ફોસિસે ગત વર્ષની તુલનાએ ૨૮ ક્રમનો કુદકો માર્યો છે. ૨૦૧૮માં તે ૩૧મા સ્થાને હતી.

ટીસીએસ - તાતા મોટર્સ ટોપ-૫૦માં સામેલ

અન્ય ભારતીય કંપનીઓમાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ અને તાતા મોટર્સ ટોપ-૫૦માં સામેલ થઈ છે. ટીસીએસ ૨૨મા અને તાતા મોટર્સ ૩૧મા સ્થાને છે. ટોપ-૧૦૦માં પણ ભારતીય કંપનીઓ છે. ટોપ-૧૦૦થી ટોપ-૧૫૦ વચ્ચે સ્થાન મેળવનારી ભારતીય કંપનીઓમાં તાતા સ્ટીલ (૧૦૫), લાર્સન એન્ડ ટ્રુબો (૧૧૫), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (૧૧૭), એચડીએફસી (૧૩૫), બજાજ ફિનસર્વ (૧૪૩) અને પીરામલ એન્ટરપ્રાઇઝિંસ (૧૪૯) સામેલ છે.
આ યાદીમાં ૧૫૦થી ૨૫૦ના રેન્કિંગમાં નવ કંપની છે. જેમાં સૌથી ટોચે સેઇલ (૧૫૩)મા ક્રમે છે. એચસીએલ ટેક્નો ૧૫૫મા, હિંદાલ્કો ઇન્ડસ્ટ્રીઝ ૧૫૭મા, વિપ્રો ૧૬૮મા, એચડીએફસી બેન્ક ૨૦૪મા, આઇટીસી ૨૩૧મા અને એશિયન પેઇન્ટ્સ ૨૪૮મા સ્થાને છે. વિશ્વની ૨૫૦ કંપનીમાં ભારતની ૧૭ કંપનીઓ સામેલ થવી તે ભારતની મજબૂત આર્થિક શક્તિની નિશાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter