નવી દિલ્હીઃ ભાજપના ધારાસભ્ય બક્શિસસિંહના એક વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે તમે ઇવીએમમાં કોઇ પણ બટન દબાવશો મત ભાજપને જ મળશે. આ વાયરલ થયેલા વીડિયોને શેર કરીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટોણો મારતાં કહ્યું કે ભાજપના આ સૌથી પ્રામાણિક નેતા છે. જોકે બીજી તરફ વીડિયો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે ભાજપના આ ધારાસભ્યને કારણ બતાવો નોટિસ ફટકારી છે અને આ નિવેદન અંગે સ્પષ્ટતા માગી હતી. ભાજપના નેતા બક્શિસ સિંહે દાવો કર્યો હતો કે તમે ઇવીએમમાં જે પણ બટન દબાવશો તે મત ભાજપને જ મળશે. બક્શિસ સિંહના નિવેદન બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટોણો મારતા કહ્યું હતું કે ભાજપના આ નેતા સૌથી પ્રામાણિક છે તેથી સાચું બોલી ગયા.

