ઈન્ડિયન એરફોર્સમાં ૪ ચિનૂક હેલિકોપ્ટરનો સમાવેશ

Wednesday 27th March 2019 07:45 EDT
 
 

નવીદિલ્હીઃ આશરે ૧૧ હજાર કિલો સુધીના હથિયાર અને સૈનિકોને સરળતાથી ઉઠાવી શકતા ૪ ચિનૂક હેલિકોપ્ટર ઈન્ડિયન એરફોર્સમાં સામેલ થયા છે. ચિનૂક હેલિકોપ્ટર અત્યાધુનિક અને અત્યંત ઊંચાઈએ ઉડાન કરવા સક્ષમ છે. આ હેલિકોપ્ટરને પાકિસ્તાની સીમાએ તહેનાત કરવામાં આવશે.
આ મહાકાય હેલિકોપ્ટર ૯.૬ ટન કાર્ગો લઈ જઈ શકે છે તેમાં ભારે મશીનરી, આર્ટિકલરી બંધૂકો અને હળવા બખ્તરબંધ વાહનો સામેલ છે. પહાડી ક્ષેત્રોમાં ઓપરેશન માટે તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ચિનૂક ઘણા ગતિશીલ હેલિકોપ્ટર છે અને તેને ખીણ વિસ્તારમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.
લશ્કરી જહાજોની અવરજવરથી માંડીને ડિઝાસ્ટર રિલીફ ઓપરેશન પણ તે સારી રીતે કામ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter