મુંબઈઃ ઈશા અંબાણી દ્વારા યોજવામાં આવેલી પ્રિ હોળી પાર્ટીમાં વિવિધ કલાકારો હાજર રહ્યાાં હતાં. પાર્ટીમાં રંગોની છોળો ઊડી હતી. પાર્ટીમાં શ્રીલંકન અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી હતી. તો યજમાન ઈશા અંબાણી પણ કંઈક આવા અંદાજમાં જોવા મળી હતી. નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા રંગોથી તરબતર કેમેરામાં કેદ થયા છે, તો સોનાલી બેન્દ્રે પણ રંગોના છાંટણામાં રંગાઈ હતી. હુમા કુરેશી પ્લેન સફેદ વસ્ત્રોમાં રંગોની મહેફિલ માણવા પહોંચી હતી. આ પાર્ટીમાં ઈશા અંબાણીના માતા નીતા અંબાણી પણ કંઈક આ અલગ અદામાં કેમેરામાં કેદ થયા હતા.