ઈસરોએ ૨૯ નેનોસેટેલાઈટ લોન્ચ કરીને રૂ. ૪૫ કરોડની કમાણી કરી

Thursday 20th July 2017 08:08 EDT
 

દિલ્હીઃ સરકારે ૧૯મી જુલાઈએ લોકસભામાં કહ્યું કે ઈસરોએ તાજેતરમાં ૨૩ જૂને કાર્ટોસેટ ૨ઈ સેટેલાઈટ અને અન્ય ૩૦ નેનોસેટેલાઈટ સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા. આ પૈકી ૨૯ નેનોસેટેલાઈટ કોમર્શિયલ ધોરણે લોન્ચ કરાયા હતા, જેના પેટે ઈસરોને ૪૫.૨ કરોડ રૂપિયાની કમાણી થઈ છે.

સાંસદ સત્ત્વ રાજીવ અને પી. આર. સુંદરમે પૂછેલા સવાલના જવાબમાં સ્પેસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે, ૨૯ નેનોસેટેલાઈટ કોમર્શિયલ ધોરણે લોન્ચ કરાયા હતા, જેના માટે ઈસરોની અંતરીક્ષ કોર્પોરેશન લિમિટેડ અને વિદેશી કસ્ટમર્સ સાથે કરાર થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter