લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર જિલ્લામાં એક ૧૩ વર્ષીય કિશોરી પર નરાધમોએ રેપ ગુજાર્યા બાદ તેની આંખો ફોડી નાંખી અને જીભ કાપી નાંખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસનો દાવો છે કે પીએમ રિપોર્ટ પરથી સાબિત થયું છે કે બાળકી પર રેપ ગુજાર્યા બાદ તેનું ગળું દબાવીને તેની હત્યા કરી દેવામા આવી હતી. સ્થાનિક ડીએસપી અભિષેક પ્રતાપે જણાવ્યું કે, બાળકીના પિતાની ફરિયાદ પછી આ મામલે સંજય અને સંતોષ નામના બે લોકોની ધરપકડ કરાઈ છે. આઇપીસી અને પોક્સો તેમજ એસસી-એસટી એક્ટ અંતર્ગત બન્ને અપરાધીઓ વિરુદ્ધ કેસ ચાલશે. જેમાં આજીવન કેદથી લઇને ફાંસીની સજા પણ થઇ શકે છે. આ ઘટના પછી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે યોગી આદિત્યનાથ સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં.