ઉત્તર પ્રદેશમાં જમીન વિવાદમાં ૧૦ની ગોળી મારીને હત્યા

Thursday 18th July 2019 06:01 EDT
 

સોનભદ્રઃ ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના ઉભભા ગામમાં સામાન્ય જમીન વિવાદ પછી ગ્રામ પ્રધાન (સરપંચ) અને ગ્રામીણો વચ્ચે થયેલી લડાઈમાં એક જ જૂથના ૯ લોકોની હત્યા કરાઈ છે. સરપંચ પક્ષના લોકોએ ગ્રામીણો પર ફાયરિંગ કર્યું હતું. એ બાદ લગભગ ૨૫ લોકો ઘાયલ થયા હતા. કહેવાય છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. દોરાવલના મૂર્તિયા ગ્રામ પંચાયતમાં વિવાદ પછી લાઠી અને ડંડાથી બંને જૂથો એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. એ વિવાદમાં ૫ પુરુષો અને ૪ મહિલાઓનાં મોત થયા છે. પ્રારંભિક જાણાકરી મુજબ વિવાદિત જમીન પર લાંબા સમયથી બંને પક્ષોની વચ્ચે લડાઈ થતી રહેતી હતી. ઘણી વખત આ જમીન અંગે વિવાદ થતો રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter