ઉત્તર પ્રદેશમાં ૬૦ ટકા - પંજાબમાં ૬૫ ટકા મતદાન

Thursday 24th February 2022 08:21 EST
 
 

લખનઉ: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંણી માટે ત્રીજા તબક્કાની ૫૯ અને પંજાબ વિધાનસભાની ૧૧૭ બેઠકો માટે રવિવારે મતદાન સંપન્ન થયું હતું. બંને રાજ્યમાં છૂટાછવાયા બનાવો વચ્ચે મતદાન સંપન્ન થયું હતું.  ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કામાં હાથરસ, ફિરોઝાબાદ, એટા કાસગંજ, મૈનપુર, ફર્રુખાબાદ, કન્નૌજ ઇટાવા, ઓરૈયા, કાનપુર ગ્રામ્ય કાનપુર શહેર, જાલૌન ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબામાં મતદાન થયું હતું તો પંજાબની તમામ બેઠકો પર મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમામે યુપીમાં ૧૬ જિલ્લાની ૫૯ બેઠકો પર ૬૦.૪૬ ટકા મતદાન નોંધાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter