ઉત્તર ભારતમાં આકાશમાંથી આગ વરસે છે

Friday 29th May 2020 07:17 EDT
 
 

નવી દિલ્હી: ઉત્તર ભારતનાં કેટલાક રાજ્યોમાં શરીરને દઝાડે તેવી ગરમીનો પ્રકોપ વધ્યો છે. ગરમ પવન ફુંકાવાને કારણે લોકો જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.
દેશનાં પાંચ રાજ્યો દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢમાં આગામી દિવસોમાં તાપમાન વધીને ૪૬થી ૪૮ ડિગ્રી થવાની હવામાન ખાતાની આગાહી છે.
દિલ્હીમાં લોકોને ત્રાસ પહોંચાડે તેવી ગરમીમાં રાહત મળે તેવી શક્યતા નથી તાપમાનનો પારો ઊંચકાઇને ૪૬ ડિગ્રી થઈ શકે છે.
હવામાન ખાતાએ કેટલાક રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરેલ છે. ગરમીનો આ પ્રકોપ ૨૮-૨૯ મે સુધી ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તર ભારત સાથે મહારાષ્ટ્ર અને તેલંગણામાં પણ ગરમીનો કોપ વધવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ તાપમાનમાં ૨૮મી પછી લોકોને થોડી રાહત મળી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિલ્હી એનસીઆર સહિત કેટલાક સ્થળે હળવો વરસાદ પડવાની આગાહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter