ઉત્તરાખંડ હોનારતમાં મૃત્યુ આંક ૫૪ થયો

Tuesday 16th February 2021 15:44 EST
 

તપોવનઃ ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટતાં ચમોલી જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ હતી. પૂરગ્રસ્ત તપોવન ટનલમાંથી સોમવારે વધુ ૩ મૃતદેહો મળ્યાં હતાં આ સાથે આ હોનારતમાં કુલ મૃતકાંક ૫૪ થયો છે. આ મૃતદેહો એનટીપીસીના તપોવન-વિષ્ણુગાડ પ્રોજેક્ટ સાઈટની ટનલમાંથી મળી આવ્યા છે. ટનબંધ કાદવ-કીચડ અને પાણીના પ્રવાહને લીધે દુર્ઘટના સ્થળે કેમેરા અથવા પાઈપ દાખલ કરી શકાય એમ નહીં હોવાથી ખોદકામયંત્રની મદદથી જ બચાવ કામગીરી ચાલે છે. હજી આશરે ૧૫૦થી વધુ લોકો નહીં મળ્યા હોવાના અહેવાલ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter